અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/આજ પૂનમની રૂપલા હેલી રે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 25: Line 25:
{{space}}વ્હાલમજી, હૈયું આ લ્હેરિયાં લે રે હો જી.
{{space}}વ્હાલમજી, હૈયું આ લ્હેરિયાં લે રે હો જી.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રેમશંકર હ. ભટ્ટ /ફૂલડાંની ફોરમને કેમ રે...?  | ફૂલડાંની ફોરમને કેમ રે...? ]]  | ફૂલડાંની ફોરમને કેમ રે ઝલાય? ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/આશ | આશ]]  | પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી ]]
}}

Latest revision as of 08:42, 21 October 2021


આજ પૂનમની રૂપલા હેલી રે

નંદકુમાર પાઠક

આજ પૂનમની રૂપલા હેલી રે
         હું તો રમવાને નીસરી ઘેલી :
         વ્હાલમજી, સરવરિયાં લ્હેરિયાં લે રે હો જી.

હું તો હસતી ને હેરે આ ધરતી પર ચાંદની,
હું તો બોલું ને મલકાયે આકાશે તારલી;
પેલી પૂનમને આંખભરી જુઓ શું?
         આજ મેં તો પૂનમને પોપચામાં પૂરી :
         વ્હાલમજી, લોચનિયાં લ્હેરિયાં લે રે હો જી.

મારી પાનીનો ઠમકો લૈ વાયુ આ નાચતો,
મારી ઘૂઘરનો ઘમકો લૈ વનવનમાં મહાલતો;
પેલી પૂનમનાં રૂપ જોઈ ડોલો શું!
         આજ મેં તો પૂનમને પોપચામાં પૂરી :
         વ્હાલમજી, લોચનિયાં લ્હેરિયાં લે રે હો જી.

એ તો આજે ખીલી ને કાલ સૂનાં રે આંગણાં.
ભમતાં આ રૂપનાં આ શાં મનામણાં.
એવી પૂનમને જોઈ ઝંખો શું!
         લાખ લાખ પૂનમને પ્રીતિમાં પૂરી :
         વ્હાલમજી, હૈયું આ લ્હેરિયાં લે રે હો જી.