અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/આશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 22: Line 22:
{{space}}પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી.
{{space}}પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = આજ પૂનમની રૂપલા હેલી રે
|next =મારે આંગણિયે મંજરીઓ મહોરી ના…
}}

Latest revision as of 08:42, 21 October 2021


આશ

નંદકુમાર પાઠક

પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી
ગગને ગોરંભાયો મેહુલો,
         વરસી વાદળી જાય જી;
શામાં રે ઝીલું હું પાણી બાવરો,
         ખોબે છલકાતું જાય જી;
         પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી.

ખીલતી વસંતની વાડીએ,
         આવ્યો ફૂલડાંનો ફાલ જી;
કેમ રે ચૂંટું હું ફૂલ આવડાં?
         છલકે ધરતીની છાબ જી;
         પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી.

ઘૂઘવે સાગર કાળી રાત આ,
         દૂર ઊઘડે ઉજાશ જી;
શઢ રે તૂટ્યા ને ડૂબે નાવડી,
         તૂટે તોયે ના આશ જી;
         પથ રે લાંબો ને ટૂંકું આયખું હો જી.