અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નંદકુમાર પાઠક/મારે આંગણિયે મંજરીઓ મહોરી ના…: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
{{Right|(લહેરાતાં રૂપ, ૧૯૭૮, પૃ. ૬૫)}} | {{Right|(લહેરાતાં રૂપ, ૧૯૭૮, પૃ. ૬૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = આશ | |||
|next =વાયરા (તારો છેડલો તે માથે) | |||
}} |
Latest revision as of 08:43, 21 October 2021
મારે આંગણિયે મંજરીઓ મહોરી ના…
નંદકુમાર પાઠક
મારે આંગણિયે મંજરીઓ મહોરી ના મહોરી ના.
રૂપનો દરબાર ભરી બેઠો વસન્તરાજ
નાચી રહી લહેરીઓ રીઝવતી રંગરાજ
એ તો જોતી'તી તોય જરી ડોલી ના ડોલી ના…મારે.
ફૂલ ફૂલની વાત સુણી ડોલે વસન્તરાજ
રમવાને રંગ ફાગ તેડે એ રંગરાજ
એણે હૈયાની વાત જરી ખોલી ના ખોલી ના…મારે.
રેલાયો રંગ ચઢ્યો ધરતીને અંગ રે
લહેરાતાં રૂપને ભીંજવતો જાય એ
હો એણે ઘૂંઘટની પાળ જરી તોડી ના તોડી ના…મારે.
(લહેરાતાં રૂપ, ૧૯૭૮, પૃ. ૬૫)