અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બાલમુકુન્દ દવે/સોનચંપો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
{{space}}વચ્ચે આડા આંસુના અખાત જી! | {{space}}વચ્ચે આડા આંસુના અખાત જી! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = લાડકડી | |||
|next =વતનવાટે બપોર | |||
}} |
Revision as of 09:23, 21 October 2021
સોનચંપો
બાલમુકુન્દ દવે
રંકની વાડીએ મોર્યો સોન રે ચંપાનો છોડઃ
અમને ન આવડ્યાં જતન જી!
ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાં
નંદનવન હોય રે વતન જી?
વજ્જરની છાતી કરીએ, તોય રે દુલારા મારા!
ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જીઃ
કૂવાને થાળે જેવા કાથી કેરા દોરડાના —
થોડે થોડે લાગે રે ઘસારા જી!
દેશ રે ચડે ને જેવો અંધારે ભમતો પન્થી
ગામની ભાગોળે સારી રાત જીઃ
ઘરની ઓસરીએ તેવી, ઠેબાં રે ખાતી તું વિણ
બાવરી બનેલી તારી માત જી!
બાવળની કાંટ્ય જેવી ભવની ભુલામણીમાં
આ રે કાંઠે ઝૂરે મા ને તાત જી!
સામે રે કાંઠે તારા દૈવી બગીચા બેટા!
વચ્ચે આડા આંસુના અખાત જી!