અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘નૂરી’/ન મળી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 26: Line 26:
{{Right|(અવસર, ૧૯૬૮, પૃ. ૧૦૯)}}
{{Right|(અવસર, ૧૯૬૮, પૃ. ૧૦૯)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/રૂબાઈ (રાહત એક જ) | રૂબાઈ (રાહત એક જ)]]  | સંતાપ બેશુમાર છે રાહત એક જ,]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મધુકર રાંદેરિયા/મારો તો ઇરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો | મારો તો ઇરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો]]  | લાગે છે અવાચક થૈ ગૈ છે કલબલતી કાબર  ]]
}}

Latest revision as of 09:52, 21 October 2021


ન મળી

નૂરી

અમે જે કલ્પી હતી એવી જિંદગી ન મળી,
બધી જગાએ આ દુનિયામાં લાગણી ન મળી.

એ ઘરની વાત જવા દો, એ ઘર મળે ક્યાંથી?
કે જેની શોધ હતી, એ મને ગલી ન મળી!

કરી ગયા અમે રસ્તા પસાર અંધારે,
જરૂર અમને પડી ત્યારે રોશની ન મળી.

સમય ઉપર તો ઉઠાવો સમયનો લાભ જરા,
કે તક ગુમાવવા કેડે, મળી મળી ન મળી.

અહીં અમારું જીવન ખોટનો છે સરવાળો,
અને જગતમાં જુઓ તો કશી કમી ન મળી.

ખોલી ઊઠે છે તો થઈ છે એ આકર્ષક,
અહીં તો સાદી કળીમાંય સાદગી ન મળી.

જીવન તો પ્રેમમાં પૂરું થઈ ગયું, ‘નૂરી’!
અને આ આંખ પરસ્પર હજુ લગી ન મળી!

(અવસર, ૧૯૬૮, પૃ. ૧૦૯)