અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રજારામ રાવળ/નોળવેલ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
{{Right|(પદ્મા, પૃ. ૧૩૨)}} | {{Right|(પદ્મા, પૃ. ૧૩૨)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ઝાલાવાડી ધરતી | |||
|next =શિશિર | |||
}} |
Latest revision as of 10:00, 21 October 2021
નોળવેલ
પ્રજારામ રાવળ
તું તો મારી અમૃતમય કૈં વલ્લિ છે નોળવેલ,
છુપાયેલી મુજ હૃદયની ગુપ્ત ઊંડી ગુહામાં
ના, ના, તારી સમય વધતાં શક્તિ કૈં ક્ષીણ થાય :
નિત્યે તાજી; દિવસ દિવસે વર્ધતી શક્તિ, ન્યારી!
આંહીં મારે સતત લડવો ક્રુદ્ધ સંસારસર્પ :
કેવી એની તરલ ગતિ, કેવો વળી ઉગ્ર દર્પ!
એની આંખો ચપલ ચૂકવાયે ન; ડોલે ફણા શી!
ડંખાઈને પુનરપિ પુન : સૂંઘવી નોળવેલ!
જેણે સર્જ્યો પ્રબળ, લડવા ઘોર સંસારસર્પ;
તેણે સર્જી અમૃતમય આ અંતરે નોળવેલ!
ડંખાઈને પુનરપિ પુનઃ, સૂંઘીને નોળવેલ,
પાછું યુદ્ધે સતત મચવું; જીતવું ના જ સ્હેલ!
ઢીલી થાતી સરપ તણી આ શક્તિ, એ ના અખૂટ!
પૂરી થાશે લડત હમણાં; — પીઉં પીયૂષઘूંટ!
(પદ્મા, પૃ. ૧૩૨)