અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘જટિલ’/ન સળગ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 26: Line 26:
{{Right|(સંસ્પર્શ, ૧૯૬૮, પૃ. ૧૧)}}
{{Right|(સંસ્પર્શ, ૧૯૬૮, પૃ. ૧૧)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રજારામ રાવળ/શિશિર | શિશિર]]  | ખરખર ખરે પાનખર-પર્ણ ઝરમર ઝરે. ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બટુકરાય (બટુકશંકર) પંડ્યા/દર્દના દરિયામાં | દર્દના દરિયામાં]]  | દર્દના દરિયામાં ડૂબી જાઉં છું, ]]
}}

Latest revision as of 10:02, 21 October 2021


ન સળગ્યો

જટિલ

તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર!
ઘણી પ્રીત વરસ્યાં, ન પલળ્યો બરાબર!

તૂફાનો જગાવ્યાં બની ચંદ્ર આપે,
હતો છીછરો હું ન છલક્યો બરાબર!

ઘનશ્યામ! તેં ગર્જના ખૂબ કીધી,
બની મોરલો હું ન ગળક્યો બરાબર!

મિલાવ્યા કર્યા તાર ઉસ્તાદ તેં તો,
બસૂરો રહ્યો હું ન રણક્યો બરાબર!

થઈ જાત ઉદ્ધાર તારી અગનથી,
હઠીલો હું કચરો ન સળગ્યો બરાબર!

અજાણ્યો અને અંધ જેવો ગણીને,
તમે હાથ આપ્યો, ન પકડ્યો બરાબર!

છતાં આખરે તેં મિલન-રાત આપી,
ગઈ વ્યર્થ વીતી — ન મલક્યો બરાબર!

(સંસ્પર્શ, ૧૯૬૮, પૃ. ૧૧)