અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુશીલા ઝવેરી/સીમંતિની: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 29: Line 29:
{{HeaderNav
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/અહીં અને ત્યાં | અહીં અને ત્યાં]]  | અક્ષર પાડું એક અહીં, ત્યાં ઊઘડે લખલખ તારા; ]]
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયન્ત પાઠક/અહીં અને ત્યાં | અહીં અને ત્યાં]]  | અક્ષર પાડું એક અહીં, ત્યાં ઊઘડે લખલખ તારા; ]]
|next=[[ર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘નાઝિર’ દેખૈયા/તો સારું | તો સારું]]  | પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું; ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘નાઝિર’ દેખૈયા/તો સારું | તો સારું]]  | પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું; ]]
}}
}}

Revision as of 11:01, 21 October 2021

સીમંતિની

સુશીલા ઝવેરી

કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું
ઉદરે મૃદુ ગીત ઉછેરી ફૂલની ફોરમ લહું…

વણદીઠા એ વદન ઉપર સ્મિત અદીઠું મહેકે;
ર્‌હૈ હથેલી ઝાંખી, ક્યારે મોરલાનું વન ગ્હેકે...

પુલક પુલક અણુ અણુ મમ રોમને એવું કહું —
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું…

પારણું પોપટ મોર મઢ્યું હું નીંદમાં હીંચોળું;
હાલરડાંના સૂરમાં મીઠા, શોધું શૈશવ ભોળું.

હરખની મુજ ઉરમાં વાગે વાંસળી, એવું લહું —
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું…

પળે પળે હું સુણ્યા કરું ઝાંઝર ઝીણો રવ;
આંગળી કળી મોગરાની, ગુલપાનીનો પગરવ.

પ્રાણમાં પમરી અાવજે મારા વ્હાલમાં વીંટી લઉં
કોઈને હું તો કહું નૈ બસ, વાયરાની જેમ વહું…

(ક્ષણોનું આલબમ, ૧૯૮૫, પૃ. ૧૨૫)