અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ જોષી/અંધકાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 18: Line 18:
{{Right|ઇતરા}}
{{Right|ઇતરા}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કિસ્મત' કુરેશી /ખોઈ નાખ્યું  | ખોઈ નાખ્યું ]]  | તમારા પ્રણયનું ઝરણ ખોઈ નાખ્યું ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ જોષી/એકદન્ત રાક્ષસ | એકદન્ત રાક્ષસ]]  | એકદન્ત રાક્ષસનાં ખુલ્લાં જડબાં જેવું આ ઘર  ]]
}}

Revision as of 11:10, 21 October 2021

અંધકાર

સુરેશ જોષી

આજે હું તારા અંધકાર સાથે બોલીશ.
તારા હોઠની કૂણી કૂંપળ વચ્ચેનો આછો કૂણો અંધકાર,
તારા કેશકલાપનો કુટિલ સંદિગ્ધ અંધકાર,
તારા ચિબુક પરના તલમાં અંધકારનું પૂર્ણવિરામ.
તારી શિરાઓના અરણ્યમાં લપાયેલા અંધકારને
હું કામોન્મત્ત શાર્દૂલની ગર્જનાથી પડકારીશ;
તારા હૃદયના અવાવરુ કૃપણ ઊંડાણમાં વસતા જરઠ અંધકારને
હું ઘુવડની આંખમાં મુક્ત કરી દઈશ;
તારી આંખમાં થીજી ગયેલા અંધકારને
હું મારા મૌનના ચકમક જોડે ઘસીને સળગાવી દઈશ;
વૃક્ષની શાખામાં ઓતપ્રોત અંધકારનો અન્વય
તારાં ચરણને શીખવીશ.
આજે હું અંધકાર થઈને તને ભેદીશ.

ઇતરા