અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/ભીતર ભગવો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{space}}{{space}}મારા હરિવરની મ્હેરે. | {{space}}{{space}}મારા હરિવરની મ્હેરે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = હૈયાની વાત | |||
|next = અશ્વો | |||
}} |
Revision as of 11:35, 21 October 2021
ભીતર ભગવો
મકરન્દ દવે
ભીતર ભગવો લ્હેરે છે
મારા હરિવરની મ્હેરે.
જીવતેજીવ વ્હાલે ચિતા જલાવી
ને હોમ્યાં અંગેઅંગ,
જ્યાં જોઉં ત્યાં ઝળહળે હવે
ગુપત ગેરુ રંગ :
દુનિયાને સબ ડેરે રે —
મારા હરિવરની મ્હેરે.
કાળનો એક કબાડી ઊભો
હાટવાટે વિકરાળ,
કોઈ ધ્રૂજે, કોઈ ધ્રુસકે, હું તો
તાળી દઉં તત્કાળ :
ઈ તો ખોટુકલો ખંખેરે રે —
મારા હરિવરની મ્હેરે.
અમી વરસે મેહુલા, જ્યારે
ભીતર થાય ભસમ,
ભડકામાં મેં તો ભાળ્યું, વીરા!
લીલું લીલુંછમ :
હું હેરું, કોઈ હેરે રે —
મારા હરિવરની મ્હેરે.