અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દીપક બારડોલીકર/હું એકલો નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 25: Line 25:
{{Right|(તલબ, ૧૯૯૪, પૃ. ૧૮)}}
{{Right|(તલબ, ૧૯૯૪, પૃ. ૧૮)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દીપક બારડોલીકર/નથી હોતા | નથી હોતા]]  | અલગ અમ જિદંગીથી આપને ગણતા નથી હોતા! ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/પારેવાં | પારેવાં]]  | ઝૂકી ઝૂકી આભથી સારા ઝીંકાતી આષાઢધારા]]
}}

Latest revision as of 11:54, 21 October 2021

હું એકલો નથી

દીપક બારડોલીકર

દિલ છે, દરદ છે, પ્યાસ છે, હું એકલો નથી;
ને શબ્દનો ઉજાસ છે, હું એકલો નથી.

એકાંતનો આ મોગરો કોળી ઊઠ્યો જુઓ,
એક આગવી સુવાસ છે, હું એકલો નથી.

સહરા છે, ઝાંઝવાં છે, સતત ઊડતો ગુબાર,
ને કોઈની તલાશ છે, હું એકલો નથી.

વાળી’તી જેમાં ગાંઠ જનમભરના સાથની,
મુઠ્ઠીમાં એ રૂમાલ છે, હું એકલો નથી.

બોલો તો આખી સીમ કરી દઉં હરીભરી,
મનની અતાગ વાવ છે, હું એકલો નથી.

આ કેફ ઊતરે તો હવે કેમ ઊતરે?
ગેબી છલકતો જામ છે, હું એકલો નથી.

‘દીપક’ હું નીતરું છું સુરાહીમાં દમબદમ,
ભરચક તલબનો જામ છે, હું એકલો નથી.

(તલબ, ૧૯૯૪, પૃ. ૧૮)