અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/ઝૂમાં - સિંહને જોઈને: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
{{Right|(છંદોલય, પૃ. ૨૦૪)}} | {{Right|(છંદોલય, પૃ. ૨૦૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = મુંબઈનગરી | |||
|next = ઍકવેરિયમમાં | |||
}} |
Latest revision as of 12:01, 21 October 2021
ઝૂમાં - સિંહને જોઈને
નિરંજન ભગત
(સિંહને જોઈને)
એ છલંગ, એ જ ન્હોર,
નેત્રમાંય એ જ તેજ, એ જ તૉર,
એ ઝનૂન,
એ જ તીક્ષ્ણ દંત છે ચહંત એ જ ખૂન,
પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમરોમ,
રે પરંતુ ચોગમે નથી વિશાલ વન્યભોમ.
પિંજરે પૂરી તને જણાવશું
સમાજની કળા બધીય, સભ્યતા ભણાવશું.
અને બધાંય માનવી અમે થશું
તને જ જોઈ જોઈ સભ્યતા થકી પશુ.
(છંદોલય, પૃ. ૨૦૪)