અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહરલાલ ચોકસી/કાગળ ઉપર!: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(અક્ષર, પૃ. ૬૬)}} | {{Right|(અક્ષર, પૃ. ૬૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનહરલાલ ચોકસી/ઓગળતી રહી | ઓગળતી રહી]] | ગુફ્તગોમાં રાત ઓગળતી રહી ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શેખાદમ આબુવાલા/આદમથી શેખાદમ સુધી | આદમથી શેખાદમ સુધી]] | માનવી ને આ જગત આદમથી શેખાદમ સુધી,]] | |||
}} |
Latest revision as of 07:48, 22 October 2021
કાગળ ઉપર!
મનહરલાલ ચોકસી
ભીનો ભીનો એને જોવો છે હવે;
સૂર્યને મૂકી દઉં ઝાકળ ઉપર!
હરપળે બદલાય તે શું ચીતરું?
આંખ રોકાતી નથી મૃગજળ ઉપર.
શી ખબર કોને ભીંજવશે ક્યાં જશે?
નામ ક્યારે હોય છે વાદળ ઉપર?
એની સાથે પણ ખુલાસાઓ થશે;
મોતને આવી જવા દો સ્થળ ઉપર.
ગીતથી એકાંત છલકાવી ગઈ;
ચૂપ હતી જે ચાંદની મીંઢળ ઉપર!
કોઈ સરનામું લખ્યું હોતું નથી;
સાવ કોરા પ્રેમના કાગળ ઉપર!
(અક્ષર, પૃ. ૬૬)