અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શેખાદમ આબુવાલા/મુલાકાત કરશું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Right|(હવાની હવેલી, કૃ. ૪૮)}} | {{Right|(હવાની હવેલી, કૃ. ૪૮)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શેખાદમ આબુવાલા/ધરો ધીરજ | ધરો ધીરજ]] | ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો, ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘નઝીર’ ભાતરી/દરિયામાં નથી હોતી | દરિયામાં નથી હોતી]] | અનુભવની મજા કોઈને કહેવામાં નથી હોતી,]] | |||
}} |
Latest revision as of 07:56, 22 October 2021
મુલાકાત કરશું
શેખાદમ આબુવાલા
સુરાલયમાં જૈશું જરા વાત કરશું,
અમસ્તી શરાબી મુલાકાત કરશું.
ઘણી વાત અંગત કરી રાતદિવસ,
હવે પારકી ચાલ, પંચાત કરશું.
ભલે રાત થૈ દિન ઊગ્યો ફરીથી,
લટોની કૃપાથી ફરી રાત કરશું.
મુહબ્બતને રસ્તે સફર આદરી છે,
મુહબ્બતને રસ્તે ફના જાત કરશું.
જમાનાની મરજીનો આદર કરશું,
વિખૂટાં પડીને મુલાકાત કરશું.
સલામત રહે સ્વપ્ન નિદ્રાને ખોળે,
કદી બંધ આંખો અમે રાત કરશું.
સુરાલયમાં મસ્જિદમાં મંદિરમાં ઘરમાં,
કે આદમ કહો ત્યાં મુલાકાત કરશું.
(હવાની હવેલી, કૃ. ૪૮)