અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘નઝીર’ ભાતરી/દરિયામાં નથી હોતી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, ૧૯૯૬, સંપા. ચિનુ મોદી, પૃ. ૬૦-૬૧)}} | {{Right|(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, ૧૯૯૬, સંપા. ચિનુ મોદી, પૃ. ૬૦-૬૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શેખાદમ આબુવાલા/મુલાકાત કરશું | મુલાકાત કરશું]] | સુરાલયમાં જૈશું જરા વાત કરશું ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસમુખ પાઠક/રાજઘાટ પર | રાજઘાટ પર]] | આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય ]] | |||
}} |
Latest revision as of 07:57, 22 October 2021
દરિયામાં નથી હોતી
‘નઝીર’ ભાતરી
અનુભવની મજા કોઈને કહેવામાં નથી હોતી,
અસલ વસ્તુની ખૂબી એની છાયામાં નથી હોતી.
મેં બસ માની લીધું કે આપ નક્કી આવવાના છો,
જે શક્તિ હોય છે શ્રદ્ધામાં, શંકામાં નથી હોતી.
હરીફાઈ બહુ સાંખી નથી શકતી સરસ વસ્તુ,
સરળતા એટલે મારી કવિતામાં નથી હોતી.
જગત ટૂંકી કહે છે જિંદગીને એમ માનીને,
જે એના ગમમાં વીતે છે એ ગણનામાં નથી હોતી.
સમીપ આવ્યા વિના શું માપશો મારી પ્રતિભાને?
ચમક દરિયાના મોતીમાં છે, દરિયામાં નથી હોતી.
‘નઝીર’ એવા વિચારે ફૂલ કરમાઈ ગયું આખર,
જે ખુશ્બૂ હોય છે બીજામાં, એનામાં નથી હોતી.
(ગુજરાતી પ્રતિનિધિ ગઝલો, ૧૯૯૬, સંપા. ચિનુ મોદી, પૃ. ૬૦-૬૧)