અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસમુખ પાઠક/બતાવ, મને: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Right|(જાગરણ – પાછલી ખટઘડી, ૧૯૯૧, પૃ. ૪૪)}} | {{Right|(જાગરણ – પાછલી ખટઘડી, ૧૯૯૧, પૃ. ૪૪)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસમુખ પાઠક/ઠાકોરજી - મા | ઠાકોરજી - મા ]] | એકવાર માએ કહ્યું: ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલ રાવલ/માય ના ઉમંગ | માય ના ઉમંગ]] | આખુંય આભ મારી આંખોમાં ઊતર્યું ]] | |||
}} |
Latest revision as of 09:07, 22 October 2021
બતાવ, મને
હસમુખ પાઠક
નભથી અવકાશને હું કેમ જૂદું પાડું?
બતાવ મને, વહાલા!
કિરણોથી તેજને હું કેમ છૂટું પાડું?
બતાવ મને, વહાલા!
મોજાંથી સાગરને કેમ દૂર કાઢું?
બતાવ મને, વહાલા!
ચાંદનીથી ચંદરને કેમ હાંકી કાઢું?
બતાવ મને, વહાલા!
કંકણથી સોનાને કેમ જુદું ટાંકું?
બતાવ મને, વહાલા!
મારાં વસ્ત્રો લઈ લીધાં તેં, કેમ લાજ ઢાંકું?
બતાવ મને, વહાલા!
તારી હાજરીમાં કૃષ્ણ — ગંધ કેમ રે ઉડાડું?
બતાવ મને, વહાલા!
ઉરે અનુભવથ સ્પર્શ તારો કેમ કરી છાંડું?
બતાવ મને, વહાલા!
(જાગરણ – પાછલી ખટઘડી, ૧૯૯૧, પૃ. ૪૪)