અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉશના (દેવેન્દ્ર પાલેજા)/કાફિયો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{HeaderNav | {{HeaderNav | ||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલ રાવલ/માય ના ઉમંગ | માય ના ઉમંગ]] | આખુંય આભ મારી આંખોમાં ઊતર્યું ]] | |previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલ રાવલ/માય ના ઉમંગ | માય ના ઉમંગ]] | આખુંય આભ મારી આંખોમાં ઊતર્યું ]] | ||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ | |next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/પાનખર | પાનખર]] | હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે, ]] | ||
}} | }} |
Latest revision as of 09:10, 22 October 2021
કાફિયો
ઉશના (દેવેન્દ્ર પાલેજા)
કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો?
કમળપૂજા કરી આરાધિયો આ કાફિયો?
કોણે ઉછાળ્યો ગગનમાં ગેડીદડો આ શબ્દનો?
કોણે ફણીધર નાગ જેવો નાથિયો આ કાફિયો?
સદીઓની પેલે પારથી કોણે ફરી કરતાલમાં,
પરભાતિયાના સૂરમાં આલાપિયો આ કાફિયો?
કોણે રચાવી રાસલીલા ગઝલના તટ પર ભલા?
ઝૂમે રદીફની તાળી પર દઈ તાલિયો આ કાફિયો!
કોણે પીધો આ દૃશ્યનો આસવ ભરીને આંખમાં?
ઘેઘૂરે ઘૂમે ગહનમાં લો, સાકિયો આ કાફિયો!
વાઘા સજી લય-છંદના, સાફો શબદનો શીશ પર;
કોને પરણવા નીકળ્યો વરણાગિયો આ કાફિયો?
પરબ, નવેમ્બર