અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/નેણ ના ઉલાળો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
{{space}}અહીં આવે ને જાય લાખ લોક. | {{space}}અહીં આવે ને જાય લાખ લોક. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = હોઠ હસે તો | |||
|next = માંડ રે મળી છે | |||
}} |
Latest revision as of 09:23, 22 October 2021
નેણ ના ઉલાળો
હરીન્દ્ર દવે
નેણ ના ઉલાળો તમે ઊભી બજાર
અહીં આવે ને જાય લાખ લોક,
મરકે કો ઝીણું, કોઈ ઠેકડી કરે ને વળી
ટીકીટીકીને જુએ કોક.
અમથા જો ગામને સીમાડે મળો તો તમે
ફેરવી લિયો છો આડી આંખ,
આવરો ને જાવરો જ્યાં આખા મલકનો
ત્યાં આંખ્યુંને કેમ આવે પાંખ!
લાજને ન મેલો આમ નેવે કે રાજ
અહીં આવે ને જાય લાખ લોક.
નેણના ઉલાળામાં એવું કો ઘેન
હું તો ભૂલી બેઠી છું ચૌદ લોક,
પગલાં માંડું છું હું તો આગળ, ને વળીવળી
પાછળ વંકાઈ રહે ડોક,
આવી ફજેતી ના હોય છડેચોક
અહીં આવે ને જાય લાખ લોક.