અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/જાણીબૂજીને: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
{{space}}હજી આપણી વચાળે જરા પ્રેમ છે! | {{space}}હજી આપણી વચાળે જરા પ્રેમ છે! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = હોઠ મલકે તો | |||
|next = ગતિ, સંબંધ, પ્રેમ: કૅલિડોસ્કૉપિક દૃશ્ય | |||
}} |
Latest revision as of 09:28, 22 October 2021
જાણીબૂજીને
હરીન્દ્ર દવે
જાણીબૂજીને અમે અળગાં ચાલ્યાં
ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે,
સાવરે સફાળા તમે ચોંકી ઊઠ્યા
ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે!
આટલા અબોલા પછી આવો સવાલ
કહો કેમ કરી ઊતરવું પાનું,
મૂંગા રહીએ તો તમે કારણ માનો, ને
હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું,
હું તો બોલીશ, છતાં માનશો તમે, કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે!
વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ
થઈ ચાલતી દીવાલ થઈ ઊંટો,
ભર રે ચોમાસે હવે છાપરાં વિનાનો
કેમ કોરો રહે સ્મરણોનો વીંટો,
દુનિયાની વાત મૂકો, માનશો તમે, કે
હજી આપણી વચાળે જરા પ્રેમ છે!