અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/સંગાથ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
MeghaBhavsar (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 17: Line 17:
{{space}}પામી ગયાં જનમોજનમનો સંગાથ.
{{space}}પામી ગયાં જનમોજનમનો સંગાથ.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ગતિ, સંબંધ, પ્રેમ: કૅલિડોસ્કૉપિક દૃશ્ય
|next = મેળો આપો તો
}}

Latest revision as of 09:29, 22 October 2021

સંગાથ

હરીન્દ્ર દવે

રોતાં મેલીશું મીઠું માયરું ને
         વળી હસતાં ઝાલીશું તારો હાથ,
લીલુડા વન કેરી માયા મૂકીને
         જશું પરદેશી, તારે સંગાથ.

નીલ નેણ સંગે હજી નેણ જરા પ્રોયાં,
થોડું થોડું મલક્યાં ને થોડું થોડું રોયાં,
જાણ્યાં–પ્રીછ્યાંને હવે ઝાઝા જુહાર
         મને આવી મળ્યો અણજાણ્યો સાથ.

આંબલાની શીળી છાંય મેલીને ચાલશું,
હૂંફાળા તડકામાં પંથ નવે મ્હાલશું,
ડગલાં જ્યાં સાત હજી માંડ્યાં ત્યાં
         પામી ગયાં જનમોજનમનો સંગાથ.