અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/તમે યાદ આવ્યાં (— ને તમે યાદ આવ્યાં): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 24: Line 24:
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૦૫)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૦૫)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/સુન્દરમ્ ને  | સુન્દરમ્ ને ]]  | તિતિક્ષા તો ધારો લઈશ, આપો વચન કે ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિપિન પરીખ/ચાલ મન | ચાલ મન]]  | વૃક્ષ કદાચ એમ પણ કહે — મને પહેલાં ચા-પાણી પાઓ. ]]
}}

Revision as of 09:31, 22 October 2021

તમે યાદ આવ્યાં (— ને તમે યાદ આવ્યાં)

હરીન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
         જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
                  એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
         જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
                  એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
         જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ,
                  સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં.
         જાણે કાનુડાના મુખમાં વ્રેમાન્ડ દીઠું રામ,
                  કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં,
         જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
                  એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૦૫)