અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/સમી સાંઝરે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Right|(ગુજરાતી કવિતાચયન: ૧૯૯૪, પૃ. ૮૦)}} | {{Right|(ગુજરાતી કવિતાચયન: ૧૯૯૪, પૃ. ૮૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/ઘૂંઘટમાં | ઘૂંઘટમાં]] | ભીની માટી ને ઊના વીંઝણા મારુજી, ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/વાવોલ | વાવોલ ]] | જળ જંપે ત્યાં કોઈ રે આવી રૅણ-ઢબૂર્યાં નૅણમાં ]] | |||
}} |
Latest revision as of 09:39, 22 October 2021
સમી સાંઝરે
ભાનુપ્રસાદ ત્રિવેદી
લાગણીઓનું ધણ આ આવ્યું ખીલે પાછું સમીસાંજરે,
ખડાં થઈ ગ્યાં સ્મરણ-વાછરું: અરે ક્યારનાં અહીં ભાંભરે!
હડફડ ઊગી ગયાં ખોરડાં,
લચ્યો લીમડો શોરે,
ટોળે વળિયા ખણક-ઓરડા:
નીરખે ટીંબો કોરે
રણની વચ્ચે સાત સમુંદર, મઝધારે આ પલક નાંગરે...
ઉજાગરાંનાં તેલ-કચોળાં
માંચી જોડે મૂક્યાં,
રણઝણ વહેલ્ય સમાં ઘરચોળાં
તોરણ નીચે ઢૂંક્યાં.
ઓકળીઓ થૈ ઊડ્યા ઓરતા વળગાડ્યા જે હતા ઝાંખરે.
આવી આવી બારણિયેથી
ગયા મેહ આથમણા,
ગઈ ઊપટી આંગણિયેથી
પાનખરોની ભ્રમણા,
કોણ સોડિયે દીવો લૈને હજી ઊભું આ જીરણ માંજરે?
(ગુજરાતી કવિતાચયન: ૧૯૯૪, પૃ. ૮૦)