અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/દુનિયા અમારી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 24: | Line 24: | ||
{{Right|(અડોઅડ, ૧૯૭૨, પૃ. ૭૮)}} | {{Right|(અડોઅડ, ૧૯૭૨, પૃ. ૭૮)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =આયખું | |||
|next =તલાશ | |||
}} |
Latest revision as of 10:07, 22 October 2021
દુનિયા અમારી
ભાનુપ્રસાદ પંડ્યા
દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ!
પણ કલરવની દુનિયા અમારી!
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
ને તોય પગરવની દુનિયા અમારી!
કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર
બંધ પોપચાંમાં રંગોની ભાત!
લોચનની સરહદથી છટકીને રણઝણતું
રૂપ લઈ રસળે શી રાત!
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
વૈભવની દુનિયા અમારી!
ફૂલોના રંગો રિસાઈ ગયા, જાળવતી
નાતો આ સામટી સુગંધ,
સમા સમાના દઈ સંદેશા લ્હેરખી
અડક્યાનો સાચવે સંબંધ!
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી!
(અડોઅડ, ૧૯૭૨, પૃ. ૭૮)