અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંતીલાલ સોમનાથ દવે/આપણા મલકમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 22: Line 22:
{{space}}જોબનનાં નીર જાય હેલે, મારા ભાઈબંધ!
{{space}}જોબનનાં નીર જાય હેલે, મારા ભાઈબંધ!
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/વાસંતી મિજાજ | વાસંતી મિજાજ]]  | ઉદિત થતાં જ... તરુકૂંપળની ટશર જોઈ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંતીલાલ સોમનાથ દવે/ચણોઠડી | ચણોઠડી]]  | વનની વાટે તે રંગ લાલ રેલ્યાં.‌]]
}}

Latest revision as of 10:12, 22 October 2021

આપણા મલકમાં

જયંતીલાલ સોમનાથ દવે

આપણા મલકમાં માયાળુ માનવી,
         માયા મેલીને જાવું, મારા ભાઈબંધ!
આપણા મલકમાં ગરવો ગિરનાર છે,
         દેરે દેરે દેવ બેઠા, મારા ભાઈબંધ!

આપણા મલકમાં રતનાગર સાગર,
         ખારવા સમદર ખેડે, મારા ભાઈબંધ!
આપણા મલકમાં આંબાનાં ઝાડવાં,
         કેરીમાં કેસર ઘોળ્યાં, મારા ભાઈબંધ!

આપણા મલકમાં પાણિયાળાં ઘોડલાં,
         અસવાર આડો આંક, મારા ભાઈબંધ!
આપણા મલકમાં પંખીરાજ મોરલો,
         પીંછડે ટાંક્યા હીરા, મારા ભાઈબંધ!

આપણા મલકમાં ગામેગામ ખાંભીયું,
         મરી જાણ્યું મુછાળે, મારા ભાઈબંધ!
આપણા મલકમાં રાસ્યુંની રમઝટ,
         જોબનનાં નીર જાય હેલે, મારા ભાઈબંધ!