અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/ત્રણ વાંદરા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 33: | Line 33: | ||
{{Right|પરબ, ઑક્ટોબર}} | {{Right|પરબ, ઑક્ટોબર}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/સ્મરણમંજરી | સ્મરણમંજરી]] | ઉત્તુંગ ગિરિમાળાથી આચ્છદિત પિનાંગ અને...]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત દત્તાણી/...રોમાંચનું | ...રોમાંચનું]] | તોડીને જ્યાં જોઉં મોતી શબ્દનું રૂપ ભીતરમાં હતું ]] | |||
}} |
Latest revision as of 10:56, 22 October 2021
ત્રણ વાંદરા
નલિન રાવળ
સાબરમતી આશ્રમના વૃક્ષ
ઉપર
બેઠેલ ત્રણ વાંદરા
પીઠ ખંજવાળતા વાતે વળગ્યા...
પહેલો વાંદરો બોલ્યોઃ
આંખ બંધ રાખે વર્ષો વીત્યાં
પણ
આંખ ઊઘડતાં જોયું તો
એનું એ જ ઓઘરાળું અમદાવાદ.
આ સાંભળી
બીજો વાંદરો બોલ્યોઃ
મોં બંધ રાખે વર્ષો વહ્યાં
પણ
મોં ખોલતાં જ અવાજ સર્યો
આખું શ્હેર ભ્રષ્ટ છે.
આ સાંભળી
ત્રીજો વાંદરો બોલ્યોઃ
કાન બંધ રાખે વરસોનાં વરસ ગયાં
પણ
કાન પરથી હાથ ઉપાડતાં જ
જોઉં-સાંભળું
ભારે કોલાહલ
વચ્ચે
ઇન્કમટૅક્સ પાસે
સ્હેજ શરીર નમાવી ઊભેલ
ગાંધીજી બોલી રહ્યા છે —
બૂરું જોવું નહીં
બૂરું બોલવું નહીં
બૂરું સાંભળવું નહીં.
પરબ, ઑક્ટોબર