અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/શીખ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
શીખ્યો છું હું પ્લૅટફૉર્મ પાસેથી કૈં એવું! | શીખ્યો છું હું પ્લૅટફૉર્મ પાસેથી કૈં એવું! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/વિમાસણ | વિમાસણ]] | આઘેરા ગરજે છે સાયર ક્યારના]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘પંથી’ પાલનપુરી/— (કુંજડીની હાર સમ...) | — (કુંજડીની હાર સમ...) ]] | કુંજડીની હાર સમ નભમાં ઉડાવી લે મને, ]] | |||
}} |
Latest revision as of 11:14, 22 October 2021
શીખ
ધીરુ પરીખ
બેઠો છું પ્લૅટફૉર્મ ઉપર
બાંકડે નિરાંતે.
જતી-આવતી ગાડીઓ જોતો રહું.
લોકો અને સામાનની ચઢ ને ઊતર,
મેદનીનો કોલાહલ, પંખીઓનો કલરવ
બધું ઠલવાય મારાં કર્ણદ્વારે
જેમ સાગરમાં ઠલવાતું નીર.
મને લાગે નથી હું અધીર.
બેસી રહું બાંકડા ઉપર
મનમાં કમાડ ભીડી;
ત્યાં તો એક નીકળે હમાલ
રાખી મોંમાં બીડી.
કહેઃ ‘ઊઠો, હવે કોઈ ગાડી આવવાની નથી.’
મેં કહ્યું કે ગાડી માટે બેઠો નથી.
શોચુંઃ કેવળ બેસવું. જોતાં રહેવું
નહીં કદી વ્હેવું —
શીખ્યો છું હું પ્લૅટફૉર્મ પાસેથી કૈં એવું!