અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/પિંજરું: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
MeghaBhavsar (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 21: Line 21:
આપણે બહાર—આપણે અંદર!
આપણે બહાર—આપણે અંદર!
</poem>
</poem>
{{HeaderNav2
|previous = — ને હું
|next = પ્રતીતિ
}}

Latest revision as of 11:27, 22 October 2021

પિંજરું

પન્ના નાયક

લટકતા બટકું રોટલાની લાલચે
પિંજરામાં સપડાઈ ગયેલા
અગણ્ય ઉંદરો
આપણે બહાર—આપણે અંદર.
આ કુટુંબકબીલા
ફરજિયાત નોકરી
સમૃદ્ધિને જરૂરિયાત બનાવી
એને પોષવામાં પ્રતિદિન પ્રાપ્ત થતું રંકત્વ
આપણી બહાર જવાની અશક્તિ
આપણી અંદર રહેલી નિરાંત
છતાં (સૃષ્ટિમાં સૂર્ય છે તોય)
પ્રલંબ રાત્રિના
પાંજરામાં આપણી દોડાદોડી
ઉત્તરથી દક્ષિણ ધ્રુવ લગીની લંબાઈની—
બટક બટક રોટલો ખવાઈ ગયો છે તોય
ને નાનકડું બારણું ખુલ્લું છે તોય
કોઈ બહાર નીકળતું નથી!
આપણે બહાર—આપણે અંદર!