અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/ગામ આવી ગયું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગામ આવી ગયું|ભગવતીકુમાર શર્મા}} <poem> લોહીમાં સૂર્ય જેવું ફૂ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{Right|(છંદો છે પાંદડાં જેનાં, ૭-૧૨-૧૯૭૬)}} | {{Right|(છંદો છે પાંદડાં જેનાં, ૭-૧૨-૧૯૭૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = માણસની ગઝલ | |||
|next =વગેરે | |||
}} |
Latest revision as of 12:00, 22 October 2021
ગામ આવી ગયું
ભગવતીકુમાર શર્મા
લોહીમાં સૂર્ય જેવું ફૂટ્યું લખલખું — ગામ આવી ગયું;
ભાંગતી રાતે વર્તાયું મોંસૂઝણું — ગામ આવી ગયું.
જે વળાવાને આવી સડક કાળજીભી વળી ખુદ ગઈ
ને હવે વરસે લીલાશનું ઝાપટું — ગામ આવી ગયું.
મેં કર્યો મુજને હદપાર ચ્હેરાવિહોણી જલદ ભીડથી;
ઓળખે છે અહીં પાંદડેપાંદડું — ગામ આવી ગયું.
નંદવાયા નિયોની મણિ નાગના શિર ઉપર જે હતા;
આગિયાઓનું ટમટમતું તારોડિયું — ગામ આવી ગયું.
એરિયલથી ઢળી કાગડો હોર્નમાં ગૂંગળાઈ મર્યો;
બાના કંઠેથી છલકાયું પરભાતિયું — ગામ આવી ગયું.
વૉશબેઝિનથી ‘અત્ર લુપ્તા નદી’ની કથા ગઈ વહી;
ભાઠું રેતીનું ટેટી વડે ગળચટું — ગામ આવી ગયું.
ઘાસમાં — ચાસમાં ખાઈ લઉં એક-બે લીલાં ગોઠીમડાં;
બાળપણનું થશે ભીનું બાળોતિયું — ગામ આવી ગયું.
(છંદો છે પાંદડાં જેનાં, ૭-૧૨-૧૯૭૬)