અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/ભીંતે ચઢી છે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ભીંતે ચઢી છે|ભગવતીકુમાર શર્મા}} <poem> ઉદાસી આ સૂરજની આંખે ચઢી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
{{Right|(છંદો છે પાંદડાં જેનાં, ૨૬-૯-૧૯૮૨)}} | {{Right|(છંદો છે પાંદડાં જેનાં, ૨૬-૯-૧૯૮૨)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = વગેરે | |||
|next = ભીંતે ચઢી છે | |||
}} |
Revision as of 12:01, 22 October 2021
ભીંતે ચઢી છે
ભગવતીકુમાર શર્મા
ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચઢી છે.
તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.
જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચડી છે.
(છંદો છે પાંદડાં જેનાં, ૨૬-૯-૧૯૮૨)