અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત ટોપીવાળા/વછોડાયેલી આરસખાણો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વછોડાયેલી આરસખાણો|ચન્દ્રકાન્ત ટોપીવાળા}} <poem> {{Center|'''(વિક્રી...")
 
No edit summary
 
Line 31: Line 31:
{{Right|(શબ્દસૃષ્ટિ, જાન્યુઆરી)}}
{{Right|(શબ્દસૃષ્ટિ, જાન્યુઆરી)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =રિણાવર
|next =વડવાગોળો
}}

Latest revision as of 09:16, 23 October 2021


વછોડાયેલી આરસખાણો

ચન્દ્રકાન્ત ટોપીવાળા

(વિક્રીડિત પૃથ્વી)


જમીન નકરી જમીન ઢળતી ને ક્યાંક ઊંચે જતી
સપાટ વળી ક્યાંક તો પથરીલી ને કાંકરાથી ભરી
ફૂટી પથરચટ્ટીઓ, ફરકતાં છૂટાંછવાયાં તૃણો.
નીચે અતિનીચે સૂતું વજનના ભારે લચ્યા સ્વપ્નથી
અતૂટ ભરનિંદની કઠિનતા ઓઢી લઈ સામટી
સૂતું સ્થિરપણે હતું ખનિજ, ત્યાં ઐશ્વર્ય અંકે ધરી.
થરો પર થરો થરો, ધવલતા આખીય બિડાયલી
અખંડ ઘનઘટ્ટતા પ્રકૃતતા ચોમેર વિસ્તારથી
શું આરસપહાણને મિષ હતી સંગીન સંપન્નતા!
અચાનક જ કારમો પશુ સમો કો ક્રુદ્ધ પંજો પડે
સળંગ કરી છિદ્ર છિદ્ર, ધરબી અગ્નિભર્યા દ્રવ્યને
સુરંગથી ઉડાડતો બધુંય ને અંતસ્થ ખુલ્લું પડે!
કરાલતમ દંષ્ટ્ર શી કરવતી ચાલે, કરે ઓહિયાં
અપાર અકરાંતિયું પણ જરા ડોઝું ભરાતું નહીં
ખવાય બસ એટલું સતત આ ખાધા કરે ખાધરું
વસૂકી ગઈ દોહવાઈ સઘળી ખાણો વછોડાયેલી
અશબ્દ પડી એક એક કરીને જોઈ શકો પાંસળી
ઊડી બૃહદ પાંખથી ગબડતો ભેંકાર છાંયો નીચે!
ઉશેટી લીધું જે હતું બધુંય તે ખાલી બખોલો બચી
બચ્યું સજડ હાડપિંજર, બચ્યા ખાડા, બચ્યાં ખૂંપરાં,
બધે જ પડઘા અવાવરુ, સરે ઊંડે લપાતા જતા.
ઇમારત અનેક ભવ્યભવનો મ્હોલાત ને મન્દિરો
મહામહિમ તાજમહેલ તખતો, ફર્શો — રચાયાં હશે
અહીં ધૂળ ભળેલ આરસ સૂનો નિષ્પ્રાણ પૃથ્વી ખૂણો!
(શબ્દસૃષ્ટિ, જાન્યુઆરી)