અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/સાદ ના પાડો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩૮)}} | {{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩૮)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =જલને જાણે… | |||
|next = સાદ કર | |||
}} |
Latest revision as of 09:53, 23 October 2021
સાદ ના પાડો
ચંદ્રકાન્ત શેઠ
બારીમાંથી ગગન પાડતું સાદ!
સાદ ના પાડો.
અમે દીવાલો, નથી અમારે પાંખ :
સાદ ના પાડો.
સૂનકારને સાગર અમને ડૂબ્યાં જાણો વ્હાણ,
ક્યાંથી જાણો તમે અમોને છે પથ્થરના કાન?
પડછાયાની આંખો, એને નથી તેજની જાણ :
સાદ ના પાડો.
જલ છોડીને કમલ આવશે ક્યાંથી રે આ રણમાં?
ખરી ગયેલું ફૂલ ખીલશે કયા કિરણથી વનમાં?
ઘુવડના માળામાં આવી સૂરજ પાડે સાદ!
સાદ ના પાડો.
અમે દીવાલો, નથી અમારે પાંખ :
સાદ ના પાડો.
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩૮)