અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુવીર ચૌધરી/વહેતાં વૃક્ષ પવનમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right|(વહેતાં વૃક્ષ પવનમાં, પૃ. ૧)}} | {{Right|(વહેતાં વૃક્ષ પવનમાં, પૃ. ૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુવીર ચૌધરી/રાજસ્થાન | રાજસ્થાન]] | વગડે વગડે ઝાડ ટચૂકડાં ક્યાંક હોય તે પાન...]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મંગળ રાઠોડ/એ | એ]] | એ રોજ સવારે મુઠ્ઠીઓ ભરી ભરીને અબીલગુલાલ ]] | |||
}} |
Latest revision as of 10:03, 23 October 2021
વહેતાં વૃક્ષ પવનમાં
રઘુવીર ચૌધરી
નીલ ગગન પર્વત નીંદરમાં
ખળખળ વહેતાં વૃક્ષ પવનમાં.
યુગ યુગથી જે બંધ અવાચક
કર્ણમૂલ ઊઘડ્યાં શંકરનાં,
જટાજૂટથી મુક્ત જાહ્નવી
રમે તરવરે સચરાચરમાં.
ધરી સૂર્યનું તિલક પાર્વતી
સજે પુષ્પ કાનનમાં. ખળખળ વહેતાં.
શિલા શિલાનાં રંધ્ર સુવાસિત,
ધરા શ્વસે કણ કણમાં;
વરસ્યા બારે મેઘ ઝળૂંબી
ઊગ્યાં દેવતરુ રણમાં.
તાંડવની સ્થિર મુદ્રા આજે
લાસ્ય ચગે ત્રિભુવનમાં. ખળખળ વહેતાં.
(વહેતાં વૃક્ષ પવનમાં, પૃ. ૧)