અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિકૃષ્ણ પાઠક/ઠીબનાં પાણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઠીબનાં પાણી|હરિકૃષ્ણ પાઠક}} <poem> આ તો ભાઈ ઠીબનાં પાણી! તરસી પ...")
 
No edit summary
 
Line 19: Line 19:
આ તો ઠીબનાં પાણી.
આ તો ઠીબનાં પાણી.
</poem>
</poem>
{{HeaderNav2
|previous =ટેકરી
|next =ઢાળ મળે તો ધોડું
}}

Latest revision as of 10:10, 23 October 2021


ઠીબનાં પાણી

હરિકૃષ્ણ પાઠક

આ તો ભાઈ ઠીબનાં પાણી!
તરસી પાંખને કો’ક દી ઊંડી આરત લાવે તાણી,
આ તો ઠીબનાં પાણી.
ન્હોય નદીનાં નીર કે એમાં ઊમટે ઘમ્મરપૂર,
થીર ના કોઈ તળાવ કે એમાં ઊગવાં કમળફૂલ,
તરસ્યું કોઈ આવશે—ખોબો’ક રેડવા, એટલું જાણી;
આ તો ઠીબનાં પાણી.
કોઈ દી એને કાંઠડે નહીં વસવાં નગર-ગામ,
કૉળવાં નહીં વંન, કે લીલાં મંન કે ટગર ફૂલ-શાં ભીનાં નામ,
થાક ભરેલા પળનો પોરો પામતાં એ જ કમાણી;
આ તો ઠીબનાં પાણી.
કોતર-કાંઠા બેટ કે ભાઠા કોઈ નહીં અસબાબ,
ઢળતું માથે છાપરું, ઝૂકે ડાળખી અને ચાંગળું તરે આભ,
નેહની ભીની મટકીમાંથી ખેવના કેરી લ્હાણી,
આ તો ઠીબનાં પાણી.