અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરિકૃષ્ણ પાઠક/સૂરજ કદાચ ઊગે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સૂરજ કદાચ ઊગે|હરિકૃષ્ણ પાઠક}} <poem> ઘેઘૂરઘેન મહુડો કંઈ રોમ રો...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(સૂરજ કદાચ ઊગે, પૃ. ૩૧)}}
{{Right|(સૂરજ કદાચ ઊગે, પૃ. ૩૧)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =નેજવાંની છાંય તળે
|next =હવે
}}

Latest revision as of 10:13, 23 October 2021


સૂરજ કદાચ ઊગે

હરિકૃષ્ણ પાઠક

ઘેઘૂરઘેન મહુડો કંઈ રોમ રોમ ચૂગે,
ભળભાંખળું થયું છે; સૂરજ કદાચ ઊગે.

હળવેકથી હવામાં સંચાર ક્યાંક થાતો,
પગલું પડી ગયું છે; રસ્તો કદાચ સૂઝે.

પાંખો ફૂટી રહી છે વૃક્ષોની ડાળ ડાળે,
તરણું કળી રહ્યું છે; જંગલ કદાચ ઊડે.

ખળખળ થતી હવામાં ડૂબી ગયું ચરાચર,
હૈયું છલી ગયું છે; દરિયો કદાચ ડૂબે.

અણજાણ વાદળી કો વરસી ગઈ છે વ્હાણું,
તારોડિયું ખર્યું છે; તડકો કદાચ તૂટે.
(સૂરજ કદાચ ઊગે, પૃ. ૩૧)