અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામચન્દ્ર બ. પટેલ ‘સુક્રિત’/રૂપાંતર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|રૂપાંતર| રામચન્દ્ર બ. પટેલ ‘સુક્રિત’}} <poem> સામ લ્હેરે કદમ્બ...")
 
No edit summary
 
Line 28: Line 28:
હું જ જાણે થઈ ગયો કદમ્બનું વૃક્ષ!
હું જ જાણે થઈ ગયો કદમ્બનું વૃક્ષ!
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મણિલાલ દેસાઈ/રાનેરી | રાનેરી]]  | પ્હાડની ઊંડી ખીણ રાનેરી ઝાડથી છલોછલ,]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રામચન્દ્ર બ. પટેલ ‘સુક્રિત’/હવે તું | હવે તું]]  | તમે પ્હેલાંવ્હેલાં મુજ સમય મોંઘો બની અહીં]]
}}

Latest revision as of 10:27, 23 October 2021


રૂપાંતર

રામચન્દ્ર બ. પટેલ ‘સુક્રિત’

સામ
લ્હેરે કદમ્બનું વૃક્ષ
એનાં પાંદ પાંદ બનીને ઝૂલે,
ખૂલે મહેક...
એમાં એક ખિસકોલી રમે,
ચઢે-ઊતરે...
ને છેક જમીન પર આવીને એ કશુંક ઠોલે,
ફોલે.
મને થયું
લાવ, દાણા નાખું દાડમના.
પછી તો
એ દાણો દાણો પકડી ખાતી ખાતી
આવતી રહી નજીક...
ન બીક,
ત્યાં થયો કશોક ધભાકો ધબ...
ઝબ ઝબકી
ઝણઝણીને ઉતાવળી દોડતી એ ચડી ગઈ
મારા શરીર પર,
ઘડી વારમાં તો
આંખોમાં થઈને સીધી ઈતરી ગઈ છેક કલેજામાં.
નાડી નાડી
રણકી ઊઠ્યાં બુન્દ બુન્દ,
હું જ જાણે થઈ ગયો કદમ્બનું વૃક્ષ!