અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અનિલ જોશી/કન્યાવિદાય: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કન્યાવિદાય|અનિલ જોશી}} <poem> સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. | કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =આકાશનું ગીત | |||
|next =કવિ વિનાનું ગામ | |||
}} |
Latest revision as of 11:06, 23 October 2021
કન્યાવિદાય
અનિલ જોશી
સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.
પાદર બેસી ફફડી ઊઠતી ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત.
પૈડું સીંચતાં રસ્તો આખો કોલાહલમાં ખૂંપે,
શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે.
જાન વળાવી પાછો વળતો દીવડો થર થર કંપે,
ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે.
સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.