અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/મારા સપનામાં…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મારા સપનામાં…|રમેશ પારેખ}} <poem> મારા સપનામાં આવ્યા હરિ મને બ...")
 
No edit summary
Line 16: Line 16:
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૪૧૭)}}
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૪૧૭)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =આલા ખાચરનું 'આપણું તો...'
|next = — કે કાગળ હરિ લખે તો બને
}}

Revision as of 12:09, 23 October 2021


મારા સપનામાં…

રમેશ પારેખ

મારા સપનામાં આવ્યા હરિ
મને બોલાવી, ઝુલાવી, વહાલી કરી.

સામે મરકત મરકત ઊભા
મારા મનની દુવારિકાના સૂબા
મારાં આંસુને લૂછ્યાં જરી…

આંધણ મેલ્યાં’તાં કરવા કંસાર
એમાં ઓરી દીધો મેં સંસાર
હરિ બોલ્યા : ‘અરે, બ્હાવરી…!’
(છ અક્ષરનું નામ, પૃ. ૪૧૭)