અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/શું ચીજ છે?: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શું ચીજ છે?|રમેશ પારેખ}} <poem> એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
હોડ શું છે? હાર શું છે? ઝૂઝવું શું ચીજ છે? | હોડ શું છે? હાર શું છે? ઝૂઝવું શું ચીજ છે? | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =હરિને જડી | |||
|next = વહાણવટું | |||
}} |
Latest revision as of 12:11, 23 October 2021
શું ચીજ છે?
રમેશ પારેખ
એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે?
બાંકડો શું ચીજ છે? બુઢ્ઢા થવું શું ચીજ છે?
ચીજવસ્તુ થઈ ગયેલી આંખને પૂછી જુઓ
સાવ ખાલીખમ સડકને તાકવું શું ચીજ છે?
કઈ તરસ છે એ કે એને આમ પાલવવી પડે?
રોજ આખેઆખું છાપું પી જવું શું ચીજ છે?
રોજ એનાં એ જ સાલાં ફેફસાં વેંઢારવાં
રોજ એનું એ જ જીવ પર આવવું શું ચીજ છે?
ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં, રમેશ
ગોળ રસ્તા, ગોળ જીવે હાંફવું શું ચીજ છે?
વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવી, રમેશ
હોડ શું છે? હાર શું છે? ઝૂઝવું શું ચીજ છે?