અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યૉસેફ મેકવાન/પડછાયો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
MeghaBhavsar (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 16: Line 16:
{{Right|(અલખના અસવાર, પૃ. ૩૪)}}
{{Right|(અલખના અસવાર, પૃ. ૩૪)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યૉસેફ મેકવાન/હવાતિયાં | હવાતિયાં]]  | હવામાં બાકોરું પાડતી ધજાને]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ફિલિપ ક્લાર્ક/ગીત (પાદર તળાવ…) | ગીત (પાદર તળાવ…)]]  | પાદર તળાવ ઘેઘૂર વડલાની ડાળ ]]
}}

Latest revision as of 12:16, 23 October 2021


પડછાયો

યૉસેફ મેકવાન

વાડ કૂદીને તડકો આયો :
હળવે ઝાકળ ઝૂલતાં તૃણે સળવળી છલકાયો!
વાડ કૂદીને તડકો આયો.
પળમાં હવા જળમાં ભળી ઉરની જાણે પ્રીત,
આંખને ખૂણે ખૂણે ઝળક્યું ચાંદની સમું સ્મિત!
મનમાં કેવી ક્ષણ ઊગી ગઈ
ચકલી આખું આભ ચૂગી ગઈ!
જોઉં છું હું તો જોઈ રહું છું એકલો એકલવાયો,
હળવે ઝાકળ ઝૂલતાં તૃણે સળવળે પડછાયો!
વાડ કૂડી જ્યાં તડકો આયો!
(અલખના અસવાર, પૃ. ૩૪)