અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ફિલિપ ક્લાર્ક/— (પાસમાંયે પ્રેમથી…): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|— (પાસમાંયે પ્રેમથી…)| ફિલિપ ક્લાર્ક}} <poem> પાસમાંયે પ્રેમથી,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
રાતભર એ રોશની લાવ્યાં હતાં. | રાતભર એ રોશની લાવ્યાં હતાં. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ફિલિપ ક્લાર્ક/ગીત (પાદર તળાવ…) | ગીત (પાદર તળાવ…)]] | પાદર તળાવ ઘેઘૂર વડલાની ડાળ ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુભાષ શાહ/ક્યાં બધે કહેતો ફરું ? | ક્યાં બધે કહેતો ફરું ?]] | કેમ છોડ્યું ગામ એ હું ક્યાં બધે ક્હેતો ફરું? ]] | |||
}} |
Latest revision as of 12:20, 23 October 2021
— (પાસમાંયે પ્રેમથી…)
ફિલિપ ક્લાર્ક
પાસમાંયે પ્રેમથી, રાખ્યાં હતાં;
એ નહોતાં તોય, મેં ચાહ્યાં હતાં.
સ્મરણોનાં પોયલાં ખીલે હવે;
મન મૂકીને જ્યાં અમે નાહ્યાં હતાં.
એમને જોવા ઊંચે દૃષ્ટિ કરી;
ખુદ નીચે ઊતરી, આવ્યાં હતાં.
એમનાં આંસુ સર્યાં જે ઘાસમાં;
તણખલાં એ ઘાસનાં ચાવ્યાં હતાં.
છે વસંતો આજ જ્યાં ઉમંગમાં;
એમને મેં બસ ત્યાં મનાવ્યાં હતાં.
એમની આંખો હતી, પ્યાલી સમી;
એટલે તો ભોજનો ભાવ્યાં હતાં.
ચાંદ ઝાંખો, વાય વ્હાણું તોયે શું?
રાતભર એ રોશની લાવ્યાં હતાં.