અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંતી પરમાર/પુનર્જન્મ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પુનર્જન્મ|જયંતી પરમાર}} <poem> બાપુને શોધું છું મહાત્મા ગાંધી...")
 
No edit summary
 
Line 27: Line 27:
મહાત્મા ગાંધીને શોધું છું.
મહાત્મા ગાંધીને શોધું છું.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/મહાભોજ  | મહાભોજ ]]  | આ વન અપરંપાર છે વરસાદ અનારાધાર]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દક્ષા વ્યાસ/સાગરસખાને | સાગરસખાને]]  | ઊભી છું તારી સાવ સન્મુખ.]]
}}

Latest revision as of 12:53, 23 October 2021


પુનર્જન્મ

જયંતી પરમાર

બાપુને શોધું છું
મહાત્મા ગાંધીને શોધું છું
તમે કહ્યું હતું
પુનર્જન્મનું,
જન્મશો તો હરિજનને જ ઘેર
ફરી અવતાર લેશો.
તેથી જ,
બાપુને શોધું છું
મહાત્મા ગાંધીને શોધું છું
ખબર પડતી નથી કે,
જેની જમીન ઝૂંટવાઈ છે તે તમે છો?
જેની પર હુમલો થયો છે તે તમે છો?
જે કૂવેથી પાણી વિણ પાછાં ગયાં ને
જેનો બહિષ્કાર થયો છે તે તમે છો?
બોલો બાપુ ક્યાં તમે છો?
ઝાંઝમેર, મીઠાઘોડા, રણમલપુરા, બેલછી, બિહાર કે આંધ્રમાં
તમે છો ક્યાં વસ્યા?
કયા દલિત ઘરમાં જન્મ્યા?
બાપુ પ્રગટ થાઓ
ભૂલમાં તમે રહેંસાઈ ન જાઓ
તેની જ ચિંતામાં ફરું છું,
બાપુને શોધું છું
મહાત્મા ગાંધીને શોધું છું.