અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇકબાલ મોતીવાલા/મન થયું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(ગીતિકા, ૧૯૯૦, સંપા. સુરેશ દલાલ, પૃ. ૧૮)}}
{{Right|(ગીતિકા, ૧૯૯૦, સંપા. સુરેશ દલાલ, પૃ. ૧૮)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કીર્તિકાન્ત પુરોહિત/મારું ખેતર ભાળી જ્યો | મારું ખેતર ભાળી જ્યો]]  | તારી તે બુનનો દિયોર મારું ખેતર ભાળી જ્યો,]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેન ઠાકર `મેહુલ' /આંગણું, પરસાળ ને  | આંગણું, પરસાળ ને ]]  | આંગણું, પરસાળ ને ઉંબર હતું]]
}}

Latest revision as of 12:55, 23 October 2021


મન થયું

ઇકબાલ મોતીવાલા

મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયું,
આ તમારા પુણ્યને પડકારવાનું મન થયું.

સાવ ચીંથરેહાલ આખી જિંદગી ભટક્યા કર્યું,
આખરી ક્ષણને હવે શણગારવાનું મન થયું.

ચાંદ-સૂરજનું ગ્રહણ થાતું રહે છે એટલે,
તારલાની જેમ અમને જીવવાનું મન થયું.

જોખમી દાવો લગાવ્યા કાળના જુગારમાં,
ને હવે જીતેલ બાજી હારવાનું મન થયું.

ખાયનામાં ખુદને મળવાની ઘણી ઇચ્છા હતી;
લ્યો, મળ્યા તો કેમ આંસુ સારવાનું મન થયું?
(ગીતિકા, ૧૯૯૦, સંપા. સુરેશ દલાલ, પૃ. ૧૮)