અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રતિલાલ સથવારા/અવસરિયો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અવસરિયો|રતિલાલ સથવારા}} <poem> ઢોલ રે જાગ્યું ને હૈયું હલમલે, ફ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
{{Right|(પરબ, ઑગસ્ટ)}} | {{Right|(પરબ, ઑગસ્ટ)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કરસનદાસ લુહાર/ટેકરીને | ટેકરીને]] | ઊભી થા આળસુની પીર અલી ટેકરી! ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/અંધારું લ્યો | અંધારું લ્યો]] | ઊંટ ભરીને આવ્યું રે અંધારું લ્યો,]] | |||
}} |
Latest revision as of 12:59, 23 October 2021
અવસરિયો
રતિલાલ સથવારા
ઢોલ રે જાગ્યું ને હૈયું હલમલે,
ફળિયું ખુશીમાં ઝલકાય,
માંડવો ઊગ્યો છે મોંઘા મૂલનો,
વાયરે તોરણ મલકાય,
અવસરિયો મંડાણો ઊંચા મોભનો.
ગીતોમાં ભીંજાઈ રૂડી રાતડી,
ઝળમળ ચૉરી ફેરા ખાય,
પાનેતર મલકે, સાફો ટ્હૌકતો,
હરખે સખીઓના પાય,
અવસરિયો મંડાણો ઊંચા મોભનો.
ધ્રૂજતું પાનેતર, ધ્રુસકે માવડી,
માંડવ, ફળી ડૂમો ખાય,
ગીતડાં કંપે, શ્રાવણ આંખમાં,
વહેતી વેળા ભારે થાય,
અવસરિયો મંડાણો ઊંચા મોભનો.
રાતડી સૂની મૂંગા માંડવે,
દીવડા શારી નાખે કાય,
જાગશે જનક-જનની જાગશે!
ઘારણ ફળિયાને થાય,
અવસરિયો મંડાણો ઊંચા મોભનો.
(પરબ, ઑગસ્ટ)