અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/કવિતા વિશે કવિતા (૧): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|કવિતા વિશે કવિતા (૧)| દિલીપ ઝવેરી}} <poem> <center>(૧)</center> બળતી મીણબત્ત..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 14: | Line 14: | ||
પણ ખોવાયલાનેય જે મળી શકે તે કવિતા. | પણ ખોવાયલાનેય જે મળી શકે તે કવિતા. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = કવિતા લખવી | |||
|next = કવિતા વિશે કવિતા (૨) | |||
}} | |||
Latest revision as of 12:20, 26 October 2021
કવિતા વિશે કવિતા (૧)
દિલીપ ઝવેરી
બળતી મીણબત્તીને ફૂંક મારી
કોઈ
બહાર થંભેલા અંધકારને કહે
‘આવ અંદર, અહીં બીવા જેવું કંઈ નથી.’
એમ કવિતા બોલાવે
‘તારું બધું ઓલવીને આવ હવે
ખોવા જેવું કંઈ નથી.’
ખોવાયેલું ગોતતાં મળી જાય તે કવિતા ન હોય
પણ ખોવાયલાનેય જે મળી શકે તે કવિતા.