અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોજ ખંડેરિયા/પીંછું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પીંછું|મનોજ ખંડેરિયા}} <poem> ગગન સાથ લઈ ઊતરે એ ફરકતું વિહગ-પાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right|(અચાનક, ૧૯૭૦, પૃ. ૧)}} | {{Right|(અચાનક, ૧૯૭૦, પૃ. ૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુસાફિર પાલનપુરી/લખતા રહો | લખતા રહો]] | શંખ ફૂંકે છે સમય લખતા રહો,]] | |||
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોજ ખંડેરિયા/રસ્તા વસંતના | રસ્તા વસંતના ]] | આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના ]] | |||
}} |
Latest revision as of 13:26, 26 October 2021
પીંછું
મનોજ ખંડેરિયા
ગગન સાથ લઈ ઊતરે એ ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીંછું.
ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીંછું.
હજી એમાં કલશોર ગુંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીંછું.
હૃદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીંછું.
ગગનના અકળ શૂન્યમાં જઈ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીંછુ.
(અચાનક, ૧૯૭૦, પૃ. ૧)
←