અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કાયમઅલી હઝારી/જાહોજલાલી છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જાહોજલાલી છે|કાયમઅલી હઝારી}} <poem> મને તો એટલે આ પાયમાલી ખૂબ વ...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(આદમ ઈવનું પહેલું ચુંબન, પૃ. ૨૬)}}
{{Right|(આદમ ઈવનું પહેલું ચુંબન, પૃ. ૨૬)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જિતેન્દ્ર કા. વ્યાસ/સોળમે ફાગણ | સોળમે ફાગણ]]  | છાતલડીના મોરલા બની છાકટા આજે ગ્હેકતા છડેચોક! ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભરત ત્રિવેદી/આપણી જુદાઈનું | આપણી જુદાઈનું]]  | આપણી જુદાઈનું છે ક્યાં કોઈ કારણ નવું  ]]
}}

Latest revision as of 11:37, 27 October 2021


જાહોજલાલી છે

કાયમઅલી હઝારી

મને તો એટલે આ પાયમાલી ખૂબ વહાલી છે,
હકીકતમાં એ મારા પ્યારની જાહોજલાલી છે.

કપાયા હાથ આ જ્યારે, દીધાં ત્યારે હલેસાંઓ,
સમય તેં પણ ગજબની ચાલ મારી સાથ ચાલી છે.

નથી સંકેત ગાલો પર અમીરીની ગુલાબીનો,
હકીકતમાં એ દુનિયાના તમાચાઓની લાલી છે.

અરે સાકી! સુરાલય કાં ચલાવે તું ખુદા માફક?
પીધેલાના ભરેલા જામ ને પ્યાસાના ખાલી છે.

પિવાશે તો જ એ રંગત અનેરી લાવીને રહેશે,
જીવન પણ આમ તો કાયમ સુરાની એક પ્યાલી છે.
(આદમ ઈવનું પહેલું ચુંબન, પૃ. ૨૬)