અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/આણાતના અભાવનું ગીત...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આણાતના અભાવનું ગીત...|મનોહર ત્રિવેદી}} <poem> ::: ગમતું નથી ક્યાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
{{Right|૧૧-૫-’૭૨}} | {{Right|૧૧-૫-’૭૨}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =એંધાણી | |||
|next =ફળિયે ફૉરી દાડમડી | |||
}} |
Latest revision as of 11:54, 27 October 2021
આણાતના અભાવનું ગીત...
મનોહર ત્રિવેદી
ગમતું નથી ક્યાંય —
ઘરમાં સૂની સાંજ ઉદાસી આજ છવાતી જાય —
રોજ તો મારું ખોરડું રે’તું એ...ય લીલી નાઘેર
ઓરડે ને ઓશરીએ વ્હેતી હોય ભીનેરી લ્હેર
આંગણે તારા બોલથી, વહુ! તડકાઓ ભીંજાય —
કાલ લગી ઝલમલતો હતો તક્તો ભીને વાન
ફૂલને અડે હાથ ને ઝૂલે દાડમડીનાં પાન
ઝાંઝરનું ગીત ઠેઠ પણે પામીશેરડેથી સંભળાય —
ઊઘડ્યાં ભાળું નંઈ બે દી’થી હોઠનાં પારિજાત
એકલવાયાં લોચન ઝીલે સાવ, પીળું પરભાત
ઠીબમાં બોળી ચાંચ અરે, ક્યાં કાગડા ઊડી જાય? —
૧૧-૫-’૭૨