અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/રિસામણે જતી કણબણનું ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રિસામણે જતી કણબણનું ગીત|મનોહર ત્રિવેદી}} <poem> કાંખમાં મેલ્ય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{Right|(છુટ્ટી મૂકી વીજ, ૧૯૯૮, પૃ. ૩૬)}} | {{Right|(છુટ્ટી મૂકી વીજ, ૧૯૯૮, પૃ. ૩૬)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =મોસમનો પહેલો વરસાદ | |||
|next = બાઈ, કિયાં તે... | |||
}} |
Latest revision as of 11:55, 27 October 2021
રિસામણે જતી કણબણનું ગીત
મનોહર ત્રિવેદી
કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટલું, હાલી પિ’ર —
પગથી ઠસ્સાભેર ઉતાવળ સામટી ઊડે
જેમ કે ઊડે આભમાં કાબર-કીર —
મર ને માથાબંધણું મેલુંદાટ જોઈ સંભારતો
વાવડ પૂછતો મારા ગામના : મારે શું?
જીવ ટાઢોબોળ રાખશું, ભરત ભરશું
આઠે પ્હોર હિલોળા, હીંચકો અને હું!
મારી બલારાત વેઠે ઉજાગરા, વેઠે વ્રત, વેઠે અપવાસ,
નિતારે આંખ્યથી ઊનાં નીર —
આંય તો મીઠી માવડી, ખીલે ગાવડી
સખીસૈયરું હશે ભાઈ અને ભોજાઈ
ન્યાં સૂનાં — અણોસરાં તોરણ — તક્તા
ભીંત્યું અડવી, ઝાંખા ઓરડા ને અભરાઈ
હુંય વ્હાલામૂઈ થઈ આફૂડી ગઈ’તી ન્હાવા
સાવ કોરીધાકોર નદીને તીર —
(છુટ્ટી મૂકી વીજ, ૧૯૯૮, પૃ. ૩૬)