અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/બાઈ, કિયાં તે...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|બાઈ, કિયાં તે...|મનોહર ત્રિવેદી}} <poem> ::બાઈ કિયાં તે કામણ ને કાર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
{{Right|(છુટ્ટી મૂકી વીજ, ૧૯૯૮, પૃ. ૪૦)}} | {{Right|(છુટ્ટી મૂકી વીજ, ૧૯૯૮, પૃ. ૪૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =રિસામણે જતી કણબણનું ગીત | |||
|next = મુખી સત્તરવાર | |||
}} |
Latest revision as of 11:55, 27 October 2021
બાઈ, કિયાં તે...
મનોહર ત્રિવેદી
બાઈ કિયાં તે કામણ ને કારણે
બારસાખ ઝાલીને ઊભી ’તી ક્યારની બે લોચનને ધક્કેલી બારણે
અડાઝૂડ ઝાંખરાની વચ્ચે લ્હેરાય દૂર વાયરાની ભૂરી પછેડી
ઉઘાડેછોગ પણે વગડે ઉતાવળી જાય નહીં અમથી કો’ કેડી
ખેંચાતી જાઉં તેમ ગૂંથાતી જાઉં હુંય કાચી તે અટકળને તાંતણે
સીમે ત્યાં ધોધમાર વરસ્યો વરસાદ એનું ઉંબર લગ પૂગ્યું ખેંચાણ
કોણ આમ મારામાં હેલે ચડ્યું કે જેની પોતાને હોય નહીં જાણ?
લથબથ ભીંજાઈ પ્હેલવેલ્લી : ભીંજાઈ ન્હોતી આવું હું સોળ સોળ શ્રાવણે
ભાઈ, કિયાં તે કામણને કારણે.
(છુટ્ટી મૂકી વીજ, ૧૯૯૮, પૃ. ૪૦)