અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શિવજી રૂખડા/સાંઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાંઈ| શિવજી રૂખડા}} <poem> :::::::::::ફક્ત કફની સાંધવી છે સાંઈ અમને સો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
:::::::::::ત્યાં સમજને ટાંગવી છે સાંઈ અમને સોય આપો. | :::::::::::ત્યાં સમજને ટાંગવી છે સાંઈ અમને સોય આપો. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શિવજી રૂખડા/તું વાગ મંજીરા, હવે | તું વાગ મંજીરા, હવે]] | એકતારો રણઝણે, તું વાગ મંજીરા, હવે ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઊજમશી પરમાર/ઘટમાં ઝાલર બાજે | ઘટમાં ઝાલર બાજે]] | ઝીણી ઝીણી ઝાલર ઘટમાં બાજે ઘડી ઘડી ]] | |||
}} |
Latest revision as of 12:14, 27 October 2021
સાંઈ
શિવજી રૂખડા
ફક્ત કફની સાંધવી છે સાંઈ અમને સોય આપો,
ભાત એમાં ટાંકવી છે સાંઈ અમને સોય આપો.
પાંચ બખિયા સાથ ઇચ્છા સીવતાં સીવાઈ ગઈ છે,
જાત નોખી પાડવી છે સાંઈ અમને સોય આપો.
થઈ કપાસી ક્યારની ખટકી અને પીડા કરે છે,
ફાંસ પગની કાઢવી છે સાંઈ અમને સોય આપો.
ખટઘડીની હાજરીમાં વીજળી ચમકી પડે તો,
સોય પ્રોવી રાખવી છે સાંઈ અમને સોય આપો.
કોઈ છીણી કે હથોડી કામ ન આવી લગીરે,
એક ક્ષણને ભાંગવી છે સાંઈ અમને સોય આપો.
ભીંત, ખીલાથી સવાયા આખરી એંધાણ દેજો,
ત્યાં સમજને ટાંગવી છે સાંઈ અમને સોય આપો.